Thursday, 20 September 2018

વિદ્યાસહાયક 10 વર્ષ બોન્ડ નાબુદી આંદોલન

💥વિદ્યાસહાયક બોન્ડ રિમુવ
આંદોલન
👉ખાસ ભરતીમાં બોન્ડ તરીકે નિમણૂક પામેલ વિદ્યાસહાયકોને હવે જાગવાની જરૂર છે.
👉આપ પણ જોડાઓ આ હક અને અધિકારો ના આંદોલન માં
👉બોન્ડ તરીકે નિમણૂક પામેલા વિદ્યાસહાયકો નીચેની લિંક પરથી ગૂગલ ફોર્મ ભરવું.
👉ફોર્મ અંગેની કે અન્ય માહિતી માટે 9898386495 (કૃણાલ બારોટ)સંપર્ક કરો.
👉આ લિંક ને વધુમાં વધુ શેર કરો મિત્રો અને આ આંદોલન માં સહભાગી બનો.

ફોર્મ ભરવા અહીં ક્લીક કરો

Monday, 17 September 2018

સમાજ ની આંધરી શ્રદ્ધા

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
ઉપરની અખાની ઉક્તિ હાલના સમાજ માં ચાલતી આંધરી શ્રદ્ધા સાથે પુરે પુરી બંધ બેસતી છે....હાલના મારા દ્વારા વાંચવામાં આવેલ દિવ્યભાસ્કર ના લેખ મુજબ ભારત ના જગન્નાથ પુરી મંદિર ની આવક થી સમગ્ર દેશ 15 દિવસ ચાલી શકે એટલી આવક ધરાવે છે...અહીં આ બાબત ની કરુણતા દર્શાવે છે કે ભારત માં  ગરીબી ની ટકાવારી 21% છે એટલે કે દર 100 માંથી 21 લોકોને બે ટાઈમ નું પૂરેપૂરું જમવાનું,રહેવાનું,અને પહેરવના પુરેપુરા કપડા નથી મરતા આવા સમયે આપડા દ્વારા લાખો રૂપિયા મૂર્તિઓ ની પૂજાઓ પાછળ તેના કરતાં વધુ મંદિર માં રહેલ મૂર્તિ રૂપી ભગવાનને એસી,એરકુલર,હીરા જડિતવસ્ત્રો ની સગવડ પુરી પાડીએ છે..જો આ રકમ નો નાનો હિસ્સો પણ આવા નિરાશ્રીતો ને મળી જાય તો તેમના જીવનમાં પણ નવા સૂર્યોદય સમાન જ પ્રકાશ પથરાઈ જાય...
Barotkrunal.blogspot.com

Friday, 14 September 2018

શિક્ષણના સથવારે

👉આવકારવા દાયક દિલ્હી સરકારની યોજના

👉ખુશી અભ્યાસક્રમ(happiness curriculum)

તાજેતર માં દિલ્હી સરકાર દ્વારા દિલ્હી ની તમામ પ્રાથમિક શાળાઓમાં ખુશી અભ્યાસક્રમ અમલમાં મુકવામા આવ્યો છે..આ અભ્યાસક્રમ માં બાળકોને પ્રાથના કાર્યક્રમ ની શરૂઆત કરતા પહેલા 5 મિનિટનું દયાન અને ત્યાર બાદ દિવસ માં 45 મિનિટ નો ખુશી તાસ
લેવામાં આવશે.આ તાસમાં કોઈ પાટયપુસ્તક નું અભ્યાસ કરાવવાનો નથી.પણ અહીં બાળકો માં માનવીય મૂલ્યો નું જતન કેવી રીતે કરવું અને વિદ્યાર્થી ને આદર્શ નાગરિક કેવી રીતે બનાવવો જેથી તે દેશ અને સમાજમાં આદર્શ વ્યક્તિ તરીકે ઉભરી આવે. માત્ર પુસ્તકિયા શિક્ષણથી એકલા ડિગ્રી ધારી બેરોજગાર ઉત્પન્ન કરવા એ માત્ર શિક્ષણનો ઉદ્દેશ નથી ..અહીં શિક્ષકોને ખાસ કાઉન્સિલરો તેમજ બાલ મનોચિકિતસકો દ્વારા તાલીમ પુરી પાડવામાં આવી છે..અને સરકાર દ્વારા ખુબજ રસ પૂર્વક આ કાર્યક્રમ નું મોનીટરીંગ કરવામાં આવે છે...

👉અહીં સરકાર દ્વારા અપનાવવા માં આવેલ ઉમદા કાર્યક્રમ સરાહનીય છે..જેનાથી ચાર દીવાલોની અંદર જે ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે..તે ઉત્તમ માનવી બનીને સમાજ માં અને દેશ માં આવે....

👉માત્ર રાજકીય પક્ષો દ્વારા લોકોનો વોટબેંક માટે ઉપયોગ ન કરી..વ્યકિત સમાજ ઘડતર માટે પણ કામ કરવું જોઈએ....

NEW POST

ગુજરાત રાજ્ય કર્મચારીઓ નો પગાર હવે ગાંધીનગર થી થશે.

 ગુજરાત રાજ્ય કર્મચારીઓ નો પગાર હવે ગાંધીનગર થી થશે. Gujarat na karmchario no pagar havethi rajya sarkar dvara sidho khatama jama karava bab...