👉આવકારવા દાયક દિલ્હી સરકારની યોજના
👉ખુશી અભ્યાસક્રમ(happiness curriculum)
તાજેતર માં દિલ્હી સરકાર દ્વારા દિલ્હી ની તમામ પ્રાથમિક શાળાઓમાં ખુશી અભ્યાસક્રમ અમલમાં મુકવામા આવ્યો છે..આ અભ્યાસક્રમ માં બાળકોને પ્રાથના કાર્યક્રમ ની શરૂઆત કરતા પહેલા 5 મિનિટનું દયાન અને ત્યાર બાદ દિવસ માં 45 મિનિટ નો ખુશી તાસ
લેવામાં આવશે.આ તાસમાં કોઈ પાટયપુસ્તક નું અભ્યાસ કરાવવાનો નથી.પણ અહીં બાળકો માં માનવીય મૂલ્યો નું જતન કેવી રીતે કરવું અને વિદ્યાર્થી ને આદર્શ નાગરિક કેવી રીતે બનાવવો જેથી તે દેશ અને સમાજમાં આદર્શ વ્યક્તિ તરીકે ઉભરી આવે. માત્ર પુસ્તકિયા શિક્ષણથી એકલા ડિગ્રી ધારી બેરોજગાર ઉત્પન્ન કરવા એ માત્ર શિક્ષણનો ઉદ્દેશ નથી ..અહીં શિક્ષકોને ખાસ કાઉન્સિલરો તેમજ બાલ મનોચિકિતસકો દ્વારા તાલીમ પુરી પાડવામાં આવી છે..અને સરકાર દ્વારા ખુબજ રસ પૂર્વક આ કાર્યક્રમ નું મોનીટરીંગ કરવામાં આવે છે...
👉અહીં સરકાર દ્વારા અપનાવવા માં આવેલ ઉમદા કાર્યક્રમ સરાહનીય છે..જેનાથી ચાર દીવાલોની અંદર જે ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે..તે ઉત્તમ માનવી બનીને સમાજ માં અને દેશ માં આવે....
👉માત્ર રાજકીય પક્ષો દ્વારા લોકોનો વોટબેંક માટે ઉપયોગ ન કરી..વ્યકિત સમાજ ઘડતર માટે પણ કામ કરવું જોઈએ....
No comments:
Post a Comment