તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
ઉપરની અખાની ઉક્તિ હાલના સમાજ માં ચાલતી આંધરી શ્રદ્ધા સાથે પુરે પુરી બંધ બેસતી છે....હાલના મારા દ્વારા વાંચવામાં આવેલ દિવ્યભાસ્કર ના લેખ મુજબ ભારત ના જગન્નાથ પુરી મંદિર ની આવક થી સમગ્ર દેશ 15 દિવસ ચાલી શકે એટલી આવક ધરાવે છે...અહીં આ બાબત ની કરુણતા દર્શાવે છે કે ભારત માં ગરીબી ની ટકાવારી 21% છે એટલે કે દર 100 માંથી 21 લોકોને બે ટાઈમ નું પૂરેપૂરું જમવાનું,રહેવાનું,અને પહેરવના પુરેપુરા કપડા નથી મરતા આવા સમયે આપડા દ્વારા લાખો રૂપિયા મૂર્તિઓ ની પૂજાઓ પાછળ તેના કરતાં વધુ મંદિર માં રહેલ મૂર્તિ રૂપી ભગવાનને એસી,એરકુલર,હીરા જડિતવસ્ત્રો ની સગવડ પુરી પાડીએ છે..જો આ રકમ નો નાનો હિસ્સો પણ આવા નિરાશ્રીતો ને મળી જાય તો તેમના જીવનમાં પણ નવા સૂર્યોદય સમાન જ પ્રકાશ પથરાઈ જાય...
Barotkrunal.blogspot.com
No comments:
Post a Comment